Sunday, 15 December 2019

ભારતીય કાવ્ય મીમાંસા - Indian Poetics

Hello Readers!

India has the vast ocean of multi-cultural folklore and legends. The country's iconic unity in diversity reflects the variety of culture, people, tradition, rites and rituals, clothing, food, and pleasant colors of festivals. How one can forget music while speaking of India? Ranging from classical to modern music, this country has vastness of Gharanas (family or lineage of music) and schools of musical instruments which have given many popular classical singers and instrument players. All in all, performing arts, to name a few, painting, singing, dancing and acting have their deep roots in the Sanskrit scriptures. Most importantly, language plays pivotal role in the expression of emotions and feelings. The Indians speak multiple languages, like Hindi, Marathi, Gujarati, English, Malayalam, Tamil, Telugu, Punjabi and many others. These languages have the widespread discourse, ranging from ancients and modern family of languages. Click here to know more about Indian languages. As a student of language and literature, I'd like to share the shining gems of knowledge of Indian Poetics.


If we look at the Indian Poetics (भारतीय काव्य मीमांसा) as a branch of study, it can be said that this text is far ahead from our time. In the Western world, critics like Plato, Aristotle and other major ones, have given many theories of literature. But Indian Poetics was produced far before than this. There are many touchstones also to analyse the literature.

To open the new horizons of this distinguished discourse, Dr. Vinod Joshi, a Gujarati poet and critic was invited to deliver a week long talk session; starting from 3rd December to 8th December, at the department of English M. K. Bhavnagar University. Students were very excited to know about the subject and it's depth. As a part of syllabus, students of English department are learning the paper called Literary Theory & Criticism : Western & Indian Poetics - 2.

भरतमुनिविरचितं नाट्यशास्त्र (Natyashastra by Bharatmuni) is the ancient text which puts forward the very fundamental concepts of poetics and how it should be looked at. How it can be more interesting, with the use of different Rasas.

ભાવ અને રસ આ બે શબ્દો ને કેન્દ્ર માં રાખી ને પૂર્વભૂમિકા બાંધી. તેમણે સ્નાતક શબ્દ નો સાચો અર્થ સમજાવતા કહ્યું કે निःशेष स्नातः इति स्नातकः। અર્થાત, જે શરીર નું એકપણ અંગ કોરું ના રહી જાય તેવું  સ્નાન કરે છે તે સ્નાતક છે. અને જે આ પ્રકારે બે વખત સ્નાન કરે તે અનુસ્નાતક છે. અભ્યાસના સંદર્ભે વિદ્યાર્થીએ જ્ઞાન નું સ્નાન કરવાનું છે અને તે પણ વિષય ના દરેક ખૂણા ને ઉજાગર કરી ને. This was really new thing to know.

ભાવ બે  પ્રકારના હોય છે સ્થાયી ભાવ અને અસ્થાયી ભાવ. જન્મ થી જે ભાષા સાંભળીને આપણે મોટા થયા હોઈએ તે ભાષા દ્વારા આપણે ભાવ ને વ્યક્ત કરીએ છીએ. ભાષા ની ગેરહાજરીમાં પણ ભાવ ની હાજરી હરહંમેશ હોય છે. જયારે વિચારો કરીએ છીએ ત્યારે તેમના પર ભાષાનું સામ્રાજ્ય હોય છે.

Seven schools of Indian Poetics

કુલ સાત સંપ્રદાયો/schools છે. (1) રસસંપ્રદાય જે ભારતમુનિએ આપ્યો (2) ધ્વનિસંપ્રદાય કે જે આનંદવર્ધને આપ્યો, (3) વક્રોક્તિ સંપ્રદાય કે જે કુંતક એ આપ્યો, (4) રીતિ સંપ્રદાય કે જે વામને આપ્યો, (5) અલંકાર સંપ્રદાય કે જે ભામહ એ આપ્યો, (6) ઔચિત્ય સંપ્રદાય કે જે ક્ષેમેન્દ્ર એ આપ્યો.

1. Rasa School

(1) रससम्प्रदाय - Rasa School. નાટ્યશાસ્ત્ર ના છઠ્ઠા અધ્યાયમાં ભરતમુનિ રસ વિષે વિસ્તૃત વાત કરે છે. તેમણે એક રસસુત્ર આપ્યું છે. જે નીચે મુજબ છે.

रससूत्र - विभावानुभावव्यभिचारिसंयोगातरसनिष्पत्ति।

આ સૂત્ર ને સંધિ છોડી ને અન્વય કરી ને વાંચીએ તો...
विभाव, अनुभाव, व्यभिचारी (संचारी), संयोगात, रसः निष्पत्तिः।

વિભાવ - જેને આધારે રસ નિષ્પન્ન થાય તે. વિભાવના બે પ્રકાર છે, આલંબન વિભાવ કે જેમાં પાત્રો નો સમાવેશ થાય છે અને  બીજો ઉદ્દીપન ભાવ. અનુભાવ એટલે પ્રતિક્રિયા, reaction. વ્યભિચારી અથવા સંચારી ભાવ એટલે કે સતત બદલાતો અને વહેતો જતો હોય, constant and sudden change of emotions. આ ત્રણેય ભાવો નો સંયોગ થાય ત્યારે રસ નિષ્પન્ન થાય છે, પ્રગટ થાય છે. કયા ભાવમાંથી કયો રસ જન્મે છે તે હવે જોઈએ.

નીચે આપેલા કોષ્ટકથી મુદ્દાની વિગતે સમજણ લઈએ.

સ્થાયી ભાવ માંથી નિષ્પન્ન થતાં રસો
ક્રમ
ભાવ
રસ
1
रतिः
शृंगार
2
शोकः
करूणा
3
उत्साहः
वीर
4
क्रोधः
रौद्र
5
हासः
हास्य
6
भयः
भयानक
7
जुगुप्सा
बिभत्स
8
विस्मयः
अद्भूत
9
शम/निर्वेदः
शांत

 - छंद अनुष्टुप

श्रृंगारकरूणवीररौद्रहास्यभयानका।
बीभत्साद्भूतशांतश्च नवनाट्येरसास्मृता।।
- भरतः नाट्यशास्त्र

रसौ वै सः Among all the other schools of Indian poetics, Rasa is the best.

ભરતમુનિ ના આ મત ને પડકારનારા ચાર પુર્તિકારો પણ છે.

(1) ભટ્ટ લોલ્લટ : એમનું માનવું છે કે નાટકમાં રસ હોતો નથી પણ તેને ઉત્પન્ન કરવો પડે છે. અને એ રસ નો પ્રથમ અનુભવ નટ અને નટી એટલે કે અભિનેતા અને અભિનેત્રીને થાય છે. નાટકમાં વિવિધ પાત્રો ભજવનારા વિવિધ વ્યવસાયમાંથી આવતા હોય છે. જેમકે દુષ્યંત નું પાત્ર ભજવનારા રમેશ ભાઈ નગરપાલિકા માં અધિકારી છે, આખો દિવસ અરજીઓ જોઈ ને આવ્યા હોય અને થીએટર માં એ વિચારો લઈને જશે તો એમને રસની અનુભૂતિ કેમ થશે ? જો કલાકાર જ રસ નિષ્પન્ન કરવામાં નિષ્ફળ જાય તો ભાવક ને તે રસો ની પ્રતીતિ થઇ ના શકે. Name of the theory : उत्पत्तिवाद

(2) શ્રીશંકુક - ચાર પ્રકરની પ્રતીતિઓ દ્વારા અપને રસ ને અનુમાની લેવો પડે છે, ધારવો પડે છે. 1. યથાર્થ પ્રતીતિ, 2. મિથ્યા પ્રતીતિ 3. સંશય પ્રતીતિ 4. સાદ્રશ્ય પ્રતીતિ. name of the theory - अनुमितिवाद

(3) ભટ્ટનાયક -  તેમણે catharsis ની વાત કરેલી પ્રક્ષકો અને કલાકારો, બંને ભાવનુભાવમાં એક સરખી કક્ષા એ પહોંચે ત્યારે સાધારણીકરણ catharsis થાય છે. રસ સંપ્રદાયમાં આ સિદ્ધાંત ને મહત્વનો ગણાયો છે. Name of the theory - भुक्तिवाद

(4) અભિનવગુપ્ત - તેમણે કહ્યું કે પ્રકાશાનન્દમયઃ જ્ઞાન અને વિશ્રાંતિ ની અનુભૂતિ કરાવે તે ઉત્તમ કાવ્ય છે.  Name of the theory - अभिव्यक्तिवाद

ટૂંકમાં કહીએ તો... सर्वपदंहस्तिपदे निमंत्रम - હાથીના પગલામાં બધા ના પગ સમાઈ જાય તેમ રસ માં જ બધું સમાયેલું છે.

2. Dhvani School

(2) ધ્વનિ સંપ્રદાય: આનન્દવર્ધને આ સંપ્રદાય માટે એક પુસ્તક લખ્યું ધ્વન્યાલોક. ભાષાની અભિવ્યક્તિ વિના પણ ઘણું કહી શકાય છે. ધ્વનિના બે પ્રકાર છે.
* લૌકિક ધ્વનિ - વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિ, વસ્તુ ધ્વનિ માં વિચાર કેન્દ્રમાં હોય અલંકાર ધ્વનિ માં અલંકાર કેન્દ્રમાં હોય.
* અલૌકિક ધ્વનિ - રસ ધ્વનિ કે જેમાં ભાવ કેન્દ્રમાં હોય છે.

કાવ્યશાસ્ત્રમાં ત્રણ મુખ્ય શબ્દશક્તિઓ કહેવાઈ છે.

1. અભિધા: કાવ્યમાં જે શબ્દ આપ્યો હોય એનો સીધો જ અર્થ લેવાય તેને અભિધા કહે છે. જેમકે "અંધારું થયું અને અજવાળું ગયું." વાક્ય ને એના એ જ અર્થ માં સમજવાનું.

2. લક્ષણા: સીધા ને બદલે જે નજીક નો અર્થ આપ્યો હોય તે જ લેવાય જેમકે, મારું ઘર હાઈ કોર્ટ રોડ પર છે. અહીં પર ને બદલે નજીક નો અર્થ સાઈડ માં અથવા પાસે છે તેમ લઇ શકાય. દરેક રુઢિપ્રયોગો લક્ષણા શક્તિ નું ઉદાહરણ છે. લક્ષણા ના બે પ્રકારો છે. સારોપા લક્ષણા અને ઉપાદાન લક્ષણા.

3. વ્યંજના: સીધો અર્થ મળે તેનાથી વિપરીત અથવા અન્ય અર્થ લેવાય તે વ્યંજના છે. જેમકે સૂર્યાસ્ત થયો તેને જીવનમાં દુઃખ આવી ગયું અથવા મૃત્યુ થયું તેમ જોઈ શકાય. જે પ્રગટપણે દેખાતું નથી છતાં તે વ્યક્ત થઇ જતું હોય તેને વ્યંજના કહે છે.

એક બિલાડી જાડી - અભિધા
તેણે પહેરી સાડી - લક્ષણા
તળાવમાં તો મગર - વ્યંજના

આ ત્રણેય શબ્દશક્તિઓ એકબીજા પર આધારિત હોય છે. વ્યંજના સૌથી ચડિયાતી શક્તિ હોવા છતાં પણ તે અભિધા પર આધારિત છે. અને લક્ષણા શક્તિ પણ અભિધા પર આધારિત છે. તેથી અભિધા પ્રાથમિક શક્તિ છે.

3. Vakrokti School

કવિના હાથમાં ભાષાની કાનસ છે જે કાવ્યને ઉજળી બનાવે છે.

"દર્પણશી આંખ તમે ફેરવી લીધી
ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં..."

વક્રતાના ઉપયોગ થી કાવ્ય ને સુંદરતા મળે છે. જે ભાષાની તાસીર અને રોનક બદલાવી દે તે વક્રતા છે.

"તળાવને વાગેલો પથ્થર, તરંગ થઇ ને તળાવને પંપાળે"

"વરસાદડો તો પેલ્લુંક થી છે જ સાવ વાયડો,
ટીપે ટીપે ઈ મને દબડાવે, જાણેકે હું એનું બૈરું અને ઈ મારો ભાયડો"

વક્રોક્તિ માટે કહેવાયું છે કે, "तद्विद आह्लाद कारिणी" જે તદ્વિદ એટલે કે જાણકાર છે તેમને માટે વક્રોક્તિ આહલાદક છે. તદ્વિદ શબ્દ પરથી પ્રતિભા શબ્દ આવ્યો. અને પ્રતિભા ના બે પ્રકાર છે.
* કારયિત્રી પ્રતિભા એટલે કે જેમના માં સર્જન કરવાની શક્તિ છે તે
* ભાવયિત્રી પ્રતિભા એટલે જેનામાં ભાવન કરવાની આસ્વાદ કરવાની શક્તિ હોય તે.

* કુન્તકે વક્રોક્તિના છ પ્રકાર પાડયા છે.
1. વર્ણવિન્યાસ વક્રતા - શબ્દો અને અક્ષરોના સમન્વય થી નીપજતું સૌંદર્ય એટલે વર્ણવિન્યાસ વક્રતા.
નર્મદાષ્ટક નો આ શ્લોક તેનું સારું ઉદાહરણ છે.

अलक्षलक्षलक्षपापलक्षसारसायुधं
ततस्तु जीवजन्तुतन्तुभुक्तिमुक्तिदायकम् ।

विरिञ्चिविष्णुशंकरस्वकीयधामवर्मदे
त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥ ७॥

શ્રીરામસ્તુતિ પણ તેનું ઉદાહરણ બની શકે.

श्रीरामचंद्रकृपालु भजमन हरण भवभय दारुणं ।
नवकञ्ज लोचनकञ्ज मुखकरकञ्ज पदकञ्जारुणं ।।

2. પદપૂર્વાર્ધ વક્રતા - પદની આગળના ભાગમાં જે વક્રતા હોય તે પદપૂર્વાર્ધ વક્રતા છે.
"તમે ટહૂક્યાંને આભ મને ઓછું પડ્યું... 'તમે ' શબ્દ પંક્તિ નું સૌંદર્ય વધારે છે.
"जहाँ  डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा"

"જે કાઈં મળ્યું છે એ જ મળ્યું એમ ના ગણાય
એ પણ મળ્યું ગણાય કે કંઈ મળ્યું નહિં."

3. પદપરાર્ધ વક્રતા - પદ પછી આવતું પદ અને તેની વક્રતા એટલે પદ પરાર્ધ વક્રતા.

आरम्भगुर्वी क्षयिणी क्रमेण लघ्वी पुरा वृद्धिमती च पश्चात ।
दिनस्य पूर्वार्धपरार्धभिन्ना छायेव मैत्री ख़लसज्जनानाम ।।    - नीति।। ४९

4. વાક્યવક્રતા
examples: To be or not to be that is the question.
You too Brutus !
Coward dies many times before death, but I am Julius Caesar !
...मेरे पास माँ है।

5. પ્રકરણ વક્રતા : આખા કાવ્ય અને એક અંશ કે પ્રસંગ ને લઈને એક સ્વતંત્ર પ્રકરણ બને તે પ્રકરણ વક્રતા છે.

જેમકે વસંતવિજય, અને અતિજ્ઞાન જેવા કાવ્યો, તેમના મૂળ કથાનક કરતા સ્વતંત્ર રીતે જોવાય છે.

6. પ્રબંધ વક્રતા: આખી કૃતિ, નવલકથા, કાવ્ય માં વિવિધ પ્રસંગો કે પાત્રો, કથા, વાર્તા ને મહત્વ હોય પરંતુ તે જે સૂચવે છે તે સૂચન પ્રબંધ વક્રતા કહેવાય. અસત્ય પર સત્ય નો વિજય એ રામાયણ નું સૂચન છે. રામ અને ભરત વિના ભાઈચારા ની ભાવના સૂચવી શકાય નહિ. એવા ઘણા પ્રસંગો છે, જેમકે રામ અને અહલ્યા નો પ્રસંગ, શબરી અને રામ નો પ્રસંગ વગેરે...

આ બધું જ જેમાં શક્ય બને તે ઉત્તમ કાવ્ય બને છે.

કાવ્ય ના ત્રણ ગુણ હોય છે. 1. પ્રાસાદિક ગુણ જેમાં સહેલાઇ થી સમજાઈ જાય તેવી સુલભ્ય ભાષા જેમાં હોય તે પ્રાસાદિક ગુણ છે.  2. ઓજસ ગુણ - જેમાં ભાષામાં તેજ અને પડકાર આવાહન જેવા સંકેત હોય તેવા કાવ્ય માં ઓજસ ગુણ હોય છે. જેમકે ભવભૂતિ નું નાટક માલતીમાધવ, બાણભટ્ટ નું કાદંબરી અને શિવતાંડવ સ્તોત્ર તેના ઉદાહરણો છે. 3. માધુર્ય ગુણ - જે શ્રુતિરમ્ય હોય કર્ણપ્રિય હોય તેવા કાવ્યમાં માધુર્ય ગુણ હોય છે. જેમકે મધુરાષ્ટક કાવ્ય.

4. Alankar School

Alankar means ornaments. It can be seen as artistic embellishment also. ભામહે અલંકારશાસ્ત્ર ગ્રંથ આપ્યો તેમાં અલંકાર વિશે વિસ્તૃત વર્ણનો આપ્યા છે. અલંકાર અને ભાષા બંને applied હોય છે.અલંકાર કુદરતી કે જન્મજાત નથી હોતો. દમયંતી નું મુખ ચંદ્ર જેવું છે. એ અલંકાર થી ભરેલ વાક્ય છે. અલંકાર હંમેશા શબરો સાથે ઓતપ્રોત હોવો જોઈએ, અડોઅડ નહિ. કાવ્યમાં અલંકાર હોય પણ ક્યારેક ના હોય તો પણ ચાલે. સરલ અલંકાર, નિરલંકાર જેવા પ્રકારો ભામહે આપ્યા છે.

ઝીણું દળું તો ઉડી ઉડી જાય, જાડું દળું તો કોઈ ના ખાય.

જ્યાં જે અલંકાર ઉપયોગ માં લેવાનો હોય ત્યાં એજ અલંકાર ઉપયોગ માં લેવાવો જોઈએ. તેના સ્થાનમૂલક ધર્મો હોય છે. જો યથાસ્થાને ઉપયોગમાં લેવાય તો તે સાર્થક થાય છે, અન્યથા નહીં. ભામહ કહે છે કે જો અલંકાર ઓળખાઈ જાય તો એ કાવ્ય કાવ્ય જ નથી. જેમ દૂધ માં સાકર ભળે અને તેમાં ગળપણ ઓતપ્રોત થઇ જાય તેમ અલંકાર કાવ્યમાં ઓતપ્રોત હોવો જોઈએ. આખે આખું કાવ્ય જો અલંકારથી પ્રચુર હોય તેમ છતાં તે ઉત્તમ કાવ્ય ના પણ હોય. ભાલણ નામના કવિએ નળાખ્યાન લખ્યું ત્યારે દમયંતી ની વાત રજુ કરતા કહ્યું કે બ્રહ્મા એ ચંદ્ર બનાવ્યો અને પછી એક સુંદર સ્ત્રી નું નિર્માણ કરવા માટે ચંદ્ર માંથી એક પિંડ લઇ ને દમયંતી ને બનાવી, અને ચંદ્રમા ની અંદર જે ડાઘ છે તે એના લીધે જ છે, એવું ભાલણ કહે છે. જયારે પ્રેમાનંદ દમયંતી નું વર્ણન આ રીતે આપે છે, શુકચંચુ નાસિકા, હંસગામિની ચાલ, દાડમકળીશાદંત...

T S Eliot એ Objective Co-relative ની વાત કરી છે તે અલંકાર સાથે ઘણું સામ્ય ધરાવે છે. તાટસ્થ્યપૂર્વક નું તાદાત્મ્ય, કિનારે રહેલું, છતાં સાથે જોડાયેલું.

5. Riti School

રીતિ નો અર્થ અહીં શૈલી એવો લેવાનો છે. દરેક સાહિત્યકાર, સર્જક ની અલગ રીતિ હોવી જોઈએ. Way of presentation or style. એક સ્થપતિ શિલામાં છુપાયેલી મૂર્તિ ને કંડારવા માટે તેની આસપાસ નો વધારાનો ભાગ ટાંકણાથી દૂર કરે છે અને એક સરસ શિલ્પ ને આકાર આપે છે. એ તેની શૈલી છે. વામન  કહે છે કે રીતિ જ કાવ્યનો આત્મા છે. रीतिरात्मा काव्यस्य । Style is a man, style is a personality.

પાંચાલી શૈલી, વૈદર્ભી શૈલી, ગૌડી શૈલી, લાટી શૈલી, વગેરે સ્થળ ની રીતિ છે.

6. Aucitya School

ક્ષેમેન્દ્ર એ ઔચિત્યવિચાર ગ્રંથ માં વ્યાખ્યા આપતા કહ્યું છે કે જે સમુચિત હોય છે તે ઔચિત્ય છે. સમુચિત શબ્દ  સમુચિત સ્થાને હોય ત્યાં ઔચિત્ય હોય છે. Best word in best order - Coleridge.

મેશ ના આંજું રામ, લેશ જગા નહિ હાય સખી રી નયન ભરાયો શ્યામ.

ત્રિવિધ એકતા સ્થળ, સમય અને કર્તૃત્વ ની જે હોય તે ઔચિત્ય છે. Time Place and Action.

Overall the whole six day's session was very fruitful and students were very contented to gain the knowledge from the distinguished poet Dr. Vinod Joshi. Special thanks to our head of the department, Dr. Dilip Barad for organizing such a great session.

Thank You!

5 comments:

  1. I was looking for blog of Indian Poetics because I was absent... 😅
    ઘણું મળી ગયું અહીંયા👌🏻

    ReplyDelete
  2. The vast field of Indian Poetics is woven in such a way that it develops an interest and curiosity in the mind of reader. Appreciate your effort!

    ReplyDelete
  3. It was very well crafted blog .... On indian politics ... Keep going ... Keep writing

    ReplyDelete