Showing posts with label india. Show all posts
Showing posts with label india. Show all posts

Saturday, 13 December 2025

Maa Ka Doodh (माँ का दूध) Full Movie | Hindi | 4K





https://www.youtube.com/watch?v=XhTOLeevtQw

You'll love to visit this website: https://maakadoodh.in/break-the-chain/



https://youtu.be/EiukdpBo9sY?si=KGJsflPDrW_0lyg1


I know, truth is bitter and hits harder than we think, but it's always and forever good for health.

Reflect, review, reassess your choices, actions, and...

Thank me later!

Friday, 27 September 2024

મારા લગ્ન થઈ ચૂક્યા છે... – શહીદ ભગતસિંહ જન્મજયંતિ વિશેષ

મારા લગ્ન થઈ ચૂક્યા છે અને મારી દુલ્હનનું નામ છે... આઝાદી
– શહીદ ભગતસિંહ



આ શબ્દો છે શહીદ ભગતસિંહના જેમણે પોતાના પ્રેમને એટલો અસીમ બનાવ્યો કે દુનિયાના ભલા માટે મરી ફીટવાની ભાવના જાગૃત કરી ગયા.

તેજાબી વ્યક્તિત્વ, ધારદાર સત્યથી ભરપૂર ભાષા, બાજ જેવી ચપળતા અને સાથે જ ચહેરા પર બાળક સમાન શાંતિ અને સત્યનાં આધારે જીવાયેલા જીવનથી વિકસિત થયેલું તેજ.

કરુણતા જુઓ કે, પોતાના જ દેશ માટે લડનાર ભગતસિંહને ફાંસી ની સજા આપનાર જલ્લાદ, ભારતીય.

એમના વિરુદ્ધ કેસ લડતાં વકીલ, ભારતીય.

એમને પકડાવનાર પોલીસ, ભારતીય.
...

છતાં ભગવાન બચાવવા આવશે એવી રાહ જોઈને બેસેલા ભારતીયો એમને સમજી ન શક્યાં કે આ વ્યક્તિ આપણને જ આઝાદી અપાવવા માટે લડે છે.

...

છસ્સોથી વધુ પુસ્તકો એટલી નાની ઉંમરમાં વાંચનાર ભગતસિંહ, જ્યારે ભગવદ્ગીતા જેવું ઉત્તમ ઉપનિષદ આખેઆખું પચાવી જાય અને પછી એમનું આઝાદી અપાવવા જેવડા મોટા લક્ષ્ય માટે જે આત્મબળ વધે... એની કોઈ હદ ન જ હોય...!!!

તેઓ એમનાં ફાંસીના સમય સુધી લેનિનને વાંચતા હતા. જલ્લાદને એમણે કહેલું કે હું કંઈક નવું શીખીને મરવા માંગુ છું. નાનામાં નાનો પ્રસંગ તેમણે એમની ડાયરીમાં ટપકાવી લીધો છે. બધું જ લખીને, સતત વર્તમાનમાં રહીને, અભિવ્યક્ત થઈને જીવેલા શહીદ ભગતસિંહને શબ્દાંજલિ આપવા મારા શબ્દો હંમેશાં ટૂંકા જ પડશે.

પણ
આજે એમને યાદ કરીને આપણે બસ એટલું જ વિચારવાનું છે કે આપણે આજે કઈ કઈ રીતે ગુલામ છીએ. કયા બંધનો આપણને આગળ વધતા રોકે છે, કઈ તાકાતો આપણને આજે પણ ગુલામ બનાવવા તત્પર છે. અને કઈ બાબત છે એ જેનો આપણે હિસાબ લગાવવાનું ભૂલ્યાં છીએ.

આજે કયો માણસ તેના સ્ક્રીનમાં શું જુએ છે, વાંચે છે, મનમાં ભરે છે એ કળવું જ મુશ્કેલ થઈ ગયું છે. એટલે ઝડપથી એ સમજાતું નથી કે પોતે જે કંઈ જુએ છે, સાંભળે છે એનાથી કઈંક ભલું થવાનું છે કે કેમ. વિદેશી સત્તાઓ, સમાચાર માધ્યમો, નિમ્ન કક્ષાની કોઈ મેસેજ વિનાની ફિલ્મો, રાજકીય કાવાદાવા, સાસુ વહુના ઝઘડાઓ, રીલેશનશીપ, બ્રેકઅપ વગેરે સાવ છેલ્લી ક્વોલિટીનું કન્ટેન્ટ પીરસીને અફીણના નશામાં રાખે છે અને ઉપરના લેવલે બેઠેલા લોકો શું ગેમ રમી રહ્યા છે એ વાત આપણને ખબર જ પડતી નથી.

(જો કે એ જાણવા માટેની પણ સરસ ટ્રિક છે, કે જે વસ્તુઓ રોજિંદી ચર્ચામાં ઉતરે, બે પાંચ માણસો વચ્ચે ઉલ્લેખ થાય એ બધું એમના જોવા જાણવામાં આવે છે એમ માનવાનું...)

વસ્તીવધારો, બેરોજગારી, આર્થિક અસમાનતા, મોંઘવારી, નાગરિક અધિકારનું હનન, સામંતવાદી વિચારો સાથે આગળ વધતી યુવા પેઢી, ટૂંકી માનસિકતા, પ્રમાદી જીવનશૈલી, નશાખોરી વગેરેએ આપણાં આંખ અને કાન બંને બંધ કરી દીધા છે જેથી આવનારી વિપત્તિઓ વિશે આપણને સહેજ પણ અંદાજ નથી.

કુદરત એ બધાનાં શક્ય એટલા પરચા આપી રહી છે. સુનામી, વાવાઝોડું, દાવાનળ, ભૂકંપ, ભૂસ્ખલન, હિમ પ્રપાત, હિટવેવ વગેરે એ બાબતોનો પુરાવો છે.

આટલી મોટી સમસ્યાઓ સામે આપણને આપણી હસ્તી બહુ નાની લાગે એ સ્વભાવિક છે, પણ કોઈપણ સમસ્યા આપણાં આત્મબળ કરતા મોટી ન હોઈ શકે એમ સમજીને...

૧. શક્ય એટલા શુભ પગલાં લઈને આપણી આસપાસ પ્રકાશમય માહોલ બનાવવાનો પ્રયાસ કરીએ.
૨. શરીર મનને સ્વસ્થ અને શાંત રાખીને આપણી ઊર્જા શક્ય એટલાં સારા કામ માટે વાપરીએ.
૩. વોટસએપ યુનિવર્સિટી અને ફેસબુક કૉલેજનાં વિદ્યાર્થી ન બનીને લોકોમાં ફેલાતી અંધશ્રદ્ધા અને આડંબર અટકાવીએ...
૪. સમાજમાં જાગૃતિ લાવવા માટેના ઉપાયો કરીએ.
૫. વૈજ્ઞાનિક ઢબે જીવન જીવીએ, નવા પુસ્તકો, નવા વિચારો વાંચતા રહીએ, નોંધ કરતા રહીએ...

એવા તો ઘણાં કર્મો છે જે આપણને શિવ શબ્દ નો સાચો અર્થ સમજાવવા માટે હાજર જ હોય છે.

પણ આજે આટલે થી વિરમું છું. ભગતસિંહના ખાસ મિત્રો રાજગુરુ અને સુખદેવ વિશેની રસપ્રદ વાતો લઈને શબ્દોની પાર્ટીમાં મળીશું ફરી ક્યારેક.

આત્મદીપ ભવઃ

– રોહિત વ્યાસ.

Friday, 24 April 2020

Government Websites - વિવિધ સરકારી વેબસાઈટ્સ

નમસ્તે વાચક મિત્રો !

રોજિંદા જીવનમાં આપણને ઘણી બધી ઓનલાઇન માહિતી ની જરૂર પડે છે. આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ થી માંડીને પાનકાર્ડ અને પાસપોર્ટ કઢાવવા માટે પણ જે તે સંસ્થા ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી જરૂરી છે. યાત્રા પ્રવાસ માટે બસ, ટ્રેન અને વિમાનની ટિકિટ પણ હવે તો ઑનલાઈન ઘેરબેઠાં કાઢી શકાય છે. વિવિધ બેન્કિંગ વ્યવહારો જેમકે પૈસા એકથી બીજા ખાતામાં ફેરવવા, કે પછી ઘર, દુકાન કે આવકનો વેરો ભરવા જેવા કામો પણ ઘેરબેઠાં થઇ શકે છે. વીજળીનું બિલ, ગેસ જોડાણનું બિલ કે પછી નાની મોટી સંસ્થાઓ માં અરજી કરવા માટે કે સભ્યપદ એટલેકે મેમ્બરશિપ મેળવવાના ફોર્મ પણ ઓનલાઈન ભરી શકાય છે. સરકારી પરીક્ષાઓના ફોર્મ થી માંડીને જન્મ મરણ ના પ્રમાણપત્રો સુધી આજે ડગલે ને પગલે ઈન્ટરનેટ અને વિવિધ ટેક્નોલોજી ની જરૂર ઉભી થઇ છે ત્યારે ચાલો, નીચે આપેલ વેબસાઈટ પરથી સરકાર ની જાહેર સેવાઓ નો લાભ લઈએ.

ઉપર કહેલી તમામ જરૂરિયાતો માટેની જાહેર હિત ની કેટલીક સત્તાવાર વેબસાઈટ નું લિસ્ટ અહીં પોસ્ટ કરેલ છે. અપેક્ષા છે કે આપ તેમનો ઉપયોગ કરી સ્વાવલંબી બનશો.



* ગુજરાત સરકાર ની વેબસાઈટ

મુખ્યમંત્રી અમૃતમ - મા કાર્ડ, વિવિધ આરોગ્ય સેવાઓ માટે
http://magujarat.com/index.html

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ - રેશન કાર્ડ ને લગતા દરેક કામ
https://dcs-dof.gujarat.gov.in/index.htm

ગુજરાત ગેસ - ગેસ બિલ ચુકવણી
https://www.gujaratgas.com/

વીજળી બિલ ચુકવણી માટે

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ
http://www.pgvcl.com/

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ
http://www.ugvcl.com/

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ
http://www.mgvcl.in/

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ
http://www.dgvcl.com/dgvclweb/index.php

વધુ માહિતી માટે - https://www.gseb.com/guvnl/index.aspx

વિવિધ મહાનગરપાલિકાઓ - ઘરવેરો, દુકાનવેરો, વાહનવેરો, જન્મ-મરણ નું પ્રમાણપત્ર વગેરે
https://udd.gujarat.gov.in/corporations.php

ડ્રાઇવિંગ લાઈસન્સ
https://rtogujarat.gov.in/

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ - GSRTC, બસ ટિકિટ માટે
https://gsrtc.in/site/

ઓજસ ગુજરાત - ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ
:: Online Job Application System ::

GPSC ઓજસ - ગુજરાત જાહેર સેવા આયોગ
:: Online Job Application System :: GPSC

GPSC - ગુજરાત જાહેર સેવા આયોગ, GPSC ના વિવિધ પ્રશ્નપત્રો અને પરીક્ષાની માહિતી
https://gpsc.gujarat.gov.in/

પંચાયતી રાજ માં આવતી વિવિધ સરકારી પરીક્ષાઓ ની જાહેરાત
https://panchayat.gujarat.gov.in/panchayatvibhag/index.htm

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ - GSSSB
https://gsssb.gujarat.gov.in/

GSET - ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ
https://www.gujaratset.in


* કેન્દ્ર સરકાર ની વેબસાઈટ

આધાર કાર્ડ - આધારકાર્ડ માટેની અપોઈન્ટમેન્ટ નક્કી કરવી, મોબાઈલ નંબર ની ખરાઈ કરવી, સરનામું ફેરવવું, ઈ - આધાર વગેરે માટે
https://uidai.gov.in/

આધાર કાર્ડ ને લગતા બધા જ કામ વિડીયો દ્વારા શીખો... જુઓ નીચેની લિંક
https://www.youtube.com/user/AadhaarUID/videos

પાનકાર્ડ


ચૂંટણી કાર્ડ - નવું કાર્ડ, મતદારયાદી સુધારાઓ અને વિવિધ ફેરફારો
https://www.nvsp.in/
વધુ માહિતી - https://eci.gov.in/

ઇન્ડિયા પોસ્ટ - પોસ્ટ ઓફિસ ને લગતા કામ
https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx

જીવનવીમા નિગમ - વીમા પ્રીમિયમ અને બીજી સેવાઓ
https://www.licindia.in/

આવક વેરો વિભાગ
https://www.incometaxindia.gov.in/Pages/tax-services/pay-tax-online.aspx

ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ - GST
https://www.gst.gov.in/

GST સહેલી - ઓનલાઇન પોર્ટલ
http://gstsaheli.co.in/

GST - YouTube Channel
https://www.youtube.com/channel/UCFYpOk92qurlO5t-Z_y-bOQ

ભારતીય રેલવે વેબસાઈટ - પૅસેન્જર પૂછપરછ અને ટિકિટ બુકિંગ
http://www.indianrail.gov.in/enquiry/StaticPages/StaticEnquiry.jsp?StaticPage=index.html
ટિકિટ બુકિંગ માટે
https://www.irctc.co.in/nget/train-search

બેન્કિંગ વ્યવહારો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - ભારત ની તમામ બેંક ની વેબસાઈટ ની લિન્ક
https://www.rbi.org.in/scripts/banklinks.aspx

International Air Transport Association - IATA
વિશ્વ ની તમામ એરલાઈન કંપનીઓ નું લિસ્ટ, તેમની વેબસાઈટ સહીત, બુકિંગ માટે જે તે એરલાઈન ની વેબસાઈટ પર જવું
https://www.iata.org/en/about/members/airline-list/

એર સેવા - વિવિધ ફ્લાઈટ ની એરાઇવલ ડિપાર્ચર અંગેની માહિતી
https://airsewa.gov.in/home

UGC NTA NET - નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ
https://ugcnet.nta.nic.in/webinfo/public/home.aspx

IBPS - Indian Banking Personnel Selection
https://www.ibps.in/

SSC - Staff Selection Commission - કર્મચારી ચયન આયોગ
 https://ssc.nic.in/

RRB - રેલવે ભરતી બોર્ડ
દરેક કેન્દ્ર ની વેબસાઈટ નું લિસ્ટ
http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,4,1244

રેલવે ભરતી નિયંત્રણ બોર્ડ - દરેક RRB નું નિયમન કરતી સંસ્થા
https://rrcb.gov.in/

ઇન્ડિયન આર્મી - http://www.joinindianarmy.nic.in/Authentication.aspx

ઇન્ડિયન નેવી - https://www.joinindiannavy.gov.in

ઇન્ડિયન એર ફોર્સ - https://indianairforce.nic.in

---------------------------------------------------------------

આ બ્લોગ પોસ્ટ નો હેતુ માત્ર લોકો સુધી વિવિધ સરકારી વેબસાઈટ પહોંચાડવાનો છે. વેબસાઈટ માં ટેક્નિકલ ખામી સર્જાય તેની જવાબદારી બ્લોગર ની રહેશે નહિ. વધુમાં, ઉપયોગકર્તાની સગવડતા માટે કેટલીક વધુ માહિતી મળતા સમયાંતરે આ પેજ અપડેટ થતું રહેશે.

The purpose of this blog post is to circulate various government websites to people. Blogger shall not be liable or answerable for any technical issues in the respective websites. Moreover, this page will be updated for the user convenience. Thank You!

આભાર.

Tuesday, 24 December 2019

Gazette - The Journal of Country

Hello Readers!

Politics is the hot favorite topic in the morning discussion while having tea or coffee. People like to gossip on many things after reading newspaper, or after watching TV. But if we seriously look into any matter we come to know that gossips and facts are vary far from each other. In order to go deep into anything, firstly we require the original sources and documents. Especially speaking of political events, one can come to know the reality only by going through the original document. Though there are some reliable sources and news channels which provide us unbiased and transparent information. Let's have a quick view on some of the web resources which provide us best original content. There are also some official websites launched by Indian government.

Gazette is the official journal or rather a newspaper of any country. In India it is called भारत का राजपत्र. Gazette shows the current political happenings and incidents of the parliament. Here is the list of government gazettes. Almost all the countries now have their gazettes on the online platform. India also has the official website for the gazettes. Click here to visit the official website. There is one more interesting website which gives all the information about bills and amendments passed in the parliament. PRS Legislative Research. Click here to visit the website.

Nowadays India is witnessing a number of riots and protests regarding Citizenship Amendment Act (CAA) and National Register of Citizens (NRC). In order to study what's going on in and around the burning topic, by following it's civic duty, one should go through all the original bills and circulars passed in relation to the said topic. As a citizen of India, one should be clear in one matter, that without looking deeper into any matter one should not raise voice neither in anything's favor or in against. We are seeing that how people are doing both, opposing and supporting this amendment. At many places of the country protest is happening on a larger grounds. Here I've put the official gazette of this amendment. Citizenship Amendment Act 2019.

In these two news reports we can see how people are vigorously protesting the amendment act and NRC.





Thank You!